ગુજરાતી કલાકાર
- ગુજરાતની સર્વે કલાને આવરીને તેને વિશ્વ સમક્ષ રજુ કરવાનું આયોજન.
- ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય,-ચારણી સાહિત્યનો અખૂટ ખજાનો એટલે ...ગુજરાતી કલાકાર.
- કલાકારો અને કલપ્રિય લોકોને જોડતું મધ્યમ એટલે ... ગુજરાતી કલાકાર.
- ગુજરાતમાં થતાં કલા ઉત્સવો /ધર્મ ઉત્સવો જેમકે કથા, ડાયરો, સંતવાણી, સંગીત સંધ્યા, કવિ સંમેલન-મુશાયરા, નાટક-એકાંકી-ભવાઇ-વેશ, હાસ્ય દરબાર-કોમેડી શો, ગુજરાતી/હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમ, સુગમ સંગીત-શાસ્ત્રીય સંગીત, ચિત્ર-ફોટો પ્રદર્શન, લગ્ન ગીત, સત્સંગ વગેરે જેવા કાર્યક્રમોની માહિતી અને મનોરંજન આપતી ગુજરાતની એક માત્ર ગુજરાતી કલાકાર.
- જેમાં સમાવેશ થશે ગુજરાતનાં તથા ગુજરાતમાં વસેલા તમામ કલાકારોનો, જેમકે રંગમંચના કલાકારો, ગાયક, વાદક, સંગીતકાર, શિલ્પકાર, નાટ્યમંડળો, લેખક, કવિ, લોક સાહિત્યકાર, હાસ્યકલાકાર, ડાન્સર-કોરીઓગ્રાફર, ઓરકેસ્ટ્રા, વાર્ધવૃંદ, ડીજે સાઉન્ડ, ફાઇન આર્ટ્સ, હસ્તકલાકાર, જાદુગર વિગેરે.
- કાલક્ષેત્રે કાર્યરત રહેતા કલાના કસબીઓને આર્થિક-સમાજિકક્ષેત્રે મદદરૂપ થતું... ગુજરાતી કલાકાર.
- આ ઉપરાંત આ કલાને લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં મદદરૂપ થતાં માધ્યમો જેમ કે સ્ટુડિયો સાઉન્ડ એન્ડ લાઇટ, મંડપ-નાટ્યગૃહો-પાર્ટી પ્લોટ, કલા વિષયક સરકારી/બિન સરકારી સંસ્થાઓ, વિડિયા-ફોટોગ્રાફર, ડેકોરેશન, ઇવેંટ્સ મેનેજમેંટ્સ, પ્રોગ્રામ ઓર્ગેનાઈજર/આયોજક, ગ્રાફિક્સ, પ્રિંટિંગ, વાજિંત્ર સ્ટોર વિગેરે કલાને પ્રસ્તુત કરનારા તમામ પ્રકારના લોકોનો પરિચય-માહિતી આપતી, જાહેરાત-પબ્લિસિટી અને પ્રમોશન કરતું ગુજરાતી કલાકાર.
જય માતાજી
ReplyDeleteબહુ જ અમૂલ્ય પ્રયાસ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન સાથે આભાર
હાલ વર્તમાન સમય મુજબ આ ઉત્તમ કાર્ય છે